Monday, January 13, 2020

તમારો ફોન નંબર તો હેક તો નથી રહ્યો, આ ચાર કોડથી કરો ચેક

અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2020, સોમવાર

ટેક્નોલોજીના આ દૌરમાં આજે દરેક ઘરમાં કેટલાય સ્માર્ટફોન જોવા મળશે. પરંતુ આ ડિવાઇસની સુરક્ષા યુઝર્સ માટે ચિંતાનો વિષય બની ગયો છે. કારણકે દરરોજ હેકર્સ યુઝર્સના ડિવાઇસીસને ટ્રેસ કરવાથી લઇને ડેટા ચોરી સુધીના પ્રયત્ન કરે છે. વળી, સ્માર્ટફોન યુઝર્સને પણ આ અંગે અજાણ હોય છે કે તેમનો મોબાઇલ ડિવાસ કોઇ ટ્રેક કરી રહ્યાં છે કે પછી તેમની કોલને ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે. તો એવામાં અમે તમને કેટલાક કોડ લઇ આવ્યાં છીએ જેની મદદથી તમે જાણી શકશો કે તમારો મોબાઇલ ટ્રે કરવામાં આવી રહ્યો છે!


કોડ *#62#
જ્યારે કોઇ તમને કોલ કરે છે, ત્યારે કેટલીયવાર તમારો નંબર નો-સર્વિસ કે નો-આંસર બોલે છે. તો એવામાં તમે *#62# ને ફોનમાં ડાયલ કરી શકો છો કે તમારો કોલ હેકર્સે રી-ડાયવર્ટ તો નથી કર્યો. આ ઉપરાંત તમારો નંબર ઓપરેટરના નંબર પર રી-ડાયરેક્ટ પણ થઇ જાય છે.

કોડ *#21#
ફોનમાં *#21# ડાયલ કરી તમે સરળતાથી જાણી શકો છે કે કોઇએ તમારા મેસેજ, કોલ કે ડેટા તો બીજી જગ્યાએ તો ડાવર્ટ નથી કરી નાખ્યા. જો તમારો કોલ બીજા કોઇ નંબર પર ડાયવર્ટ કર્યો હશે તો આ કોડની મદદથી નંબર સહિત સંપૂર્ણ ડીટેઇલ તમને મળી જશે. તે પણ જાણી શકાશે કે ક્યાં નંબર પર તમારો ફોન ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

કોડ ##002#
આ કોડ સ્માર્ટફોન માટે ખાસ છે, કારણકે તેની મદદથી તમે કોઇ પણ ફોનના તમામ ફોર્વર્ડિંગને ડી-એક્ટિવ કરી શકો છો. જો તમને લાગે છે કે તમારો ફોન ક્યાં પણ ડાયવર્ટ થઇ રહ્યો છે તો તમે ##002# ડાયલ કરી ડાયવર્ટને બંધ કરી શકો છો.

કોડ *#*#4636#*#*
આ કોડની મદદથી તમે પોતાના ફોન અંગે સંપૂર્ણ માહિતી મેળવી શકો છે. જેવી કે ફઓનમાં કંઇ બેટરી છે, વાઇ-ફાઇ કનેક્શન ટેસ્ટ, ફોનનું મૉડલ, રેમ વગેરે. જણાવી દઇએ કે આ કોડને ડાયલ કરવા પર તમના પૈસા નહીં કપાય.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QPHWKP

No comments: